અભિવ્યક્તિ અને સમાજ

             તાજેતરમાં પ્રધાનમંત્રી એ એક વીડિયો માં એક છોકરી દ્વારા પોતાના અને પોતાની સ્વર્ગસ્થ માતાજી માટે બોલેલી અભદ્ર અને અશ્લિલ ગાળો વિશે વાત કરી.. એમને મોટું મન રાખી ને તે દીકરી ને ક્ષમા પણ કરી અને કહ્યું કે યુવાઓ દેશ ને આગળ લાવવા માટે સરકાર સાથે મળીને કામ કરે.. ભટકેલા યુવાન યુવતીઓ ને એક પ્રગતિદાયક દિશા મળે એ હેતુ થી પ્રધાનમંત્રીએ આહ્વાન કર્યું.


                    પ્રધાનમંત્રીજીના શબ્દો નો મર્મ જે સમજે છે.. એને દિશા પ્રાપ્ત થઈ જ જાય છે.. તેઓ ખરેખર એક ઉત્તમ વ્યક્તિ અને એક પ્રભાવશાળી પ્રશાસક છે.


                        સોશિયલ મીડિયા એક સશક્ત માધ્યમ બની શકે છે અને એ એક સોફ્ટ પાવર પણ છે.. મજાક મજાક માં શરૂ થયેલી કોકરોચ જનતા પાર્ટીએ યુવાશક્તિ સાથે મળી પેપર લીક જેવા એક બહુ મોટા અપરાધ વિરુદ્ધ સરકાર ને કામે લગાડી દીધી છે.


              જે સોશિયલ મીડિયા , પ્રશાસન અને એની કાર્યવાહી ની ખામીઓ ને જગ જાહેર કરી શકે એવું સશક્ત માધ્યમ છે... એ જ અશ્લીલતા અને વ્યર્થ બકવાસ ના ફેલાવાનું માધ્યમ બની શકે છે... કારણ કે અશ્લીલતા અને અભદ્ર ભાષણો ,મારપીટ અને વ્યર્થ વાણી વિલાસ ના વિડિઓ પર ખૂબ વ્યૂઝ મળે છે.. તેના પર કોમેન્ટ પણ બહુ જ આવે છે. અને આવા કન્ટેન્ટ ફોલો પણ ખૂબ થાય છે. જે યુવાન યુવતીઓના પ્રયોરીટી લિસ્ટ માં સૌ પ્રથમ સોશિયલ મીડિયા પર વાયરલ થવાનું ભૂત હોય અને પછી સમાજ અને દેશ ની પ્રગતિ આવે.. એવી યુવતીઓ અને યુવકોને પ્રધાન મંત્રીએ ભટકી ગયેલ બાળકો કહ્યા છે..

            વર્ષો થી કેટલાક વિવેચકો દ્વારા સરકાર અને નેતાઓ ને અલગ અલગ ગાળ આપવા થી ક્યારેય દેશ ની સમસ્યાઓ સુધરતી નથી... આ બધાનો અનુભવ છે.. અશ્લીલતા અને અભદ્રતા ઓકવા વાળા જે પરિવર્તન ઝંખે છે એ ક્યાં લાવી શકે છે..? મહાભારત માં રાજસૂય યજ્ઞ વખતે શિશુપાલ 100 ગાળો બોલી ને કૃષ્ણ ના પ્રધાન પદે પૂજાવા નો વિરોધ કરે છે.. પણ અંતે કૃષ્ણ ની જ પૂજા થાય છે.


            સરકાર નો વિરોધ બીજી ઘણી રીતે થઈ શકે છે.. કેટલાય વ્યંગકાર, કાર્ટૂનિસ્ટ, ધારદાર લેખકો છે.. તેમ જ સામાન્ય નાગરિકો પણ સૌજન્યતા પૂર્વક પત્ર લખી ને ,ઇમેઇલ દ્વારા અથવા વિડિઓ દ્વારા પણ યોગ્ય રીતે પોતાનો વિરોધ નોંધાવી શકે છે.. અને આ બાબતે સરકાર ને ફરિયાદ કરી શકે છે..

                             ગાળ અને અભદ્રતા ક્યાંય સશક્ત તેમ જ પરિવર્તન લાવનાર વિરોધનું માધ્યમ નથી.. અને એ હોય પણ નહીં.. ખરી રીતે અશ્લીલતા તો પોતાની જાત ને નીચલા સ્તરે લઈ જઈ ને બીજાના પગ ખેંચવા નું એક નબળું માધ્યમ છે.. તેનો ઉપયોગ કરનાર ની તો ગરિમા ભંગ થાય જ છે.. પણ તેના પરિવાર ની પણ ક્યાંક ગરિમા સંકટ માં મુકાય છે.. અને આવું કરી ને પણ તેમને પરિવર્તન લાવવા નો કે ક્રાંતિ કરવાંનો સંતોષ મળતો નથી. 

               મૂળભૂત રીતે તો પરિવાર ,શાળા, અને સમાજ માટે ઉપયોગી થઈ શકે એવા નાગરિકો નું નિર્માણ તેમ જ તેમની કેળવણી નો મુખ્ય આધાર ભાષા જ છે.. કેમ કે ભાષા એ અભિવ્યક્તિ નું સશક્ત માધ્યમ છે.. અને આ ભાષા જો નિર્માલ્ય હશે તો મસ્તિષ્ક માં રહેલા ન્યૂરોન અને તેમાંથી બનતા ન્યુરોલોજિકલ પેટર્ન પણ તણાવ તેમ જ ક્રોધના એક પ્રોગ્રામ્ડ હબ બની જશે.. ખરી રીતે જોઈએ તો ગાળ તેમ જ નિર્માલ્ય ભાષા આપણી આદત બની જાય એવો વાયરસ પ્રોગ્રામ છે .. જે જલ્દી થી જ આપણા ફળદ્રુપ અને પ્રગતિશીલ મગજ ને હેંગ કરીને કરપ્ટ કરી શકે છે. આ બાબતે સમાજે જાગૃત થવાની આવશ્યતા છે.


અને અંત માં...


કાઈ પણ ખરાબ થાય ત્યારે તરત મોમાં થી "ફક"(Fuck).." નીકળી જાય છે.. પણ સમસ્યા તો ત્યારે જ હલ થાય છે.. જ્યારે કર્મ કરવામાં આવે છે.







Comments

Popular posts from this blog

ज्योतिषी सेवा और शुल्क।

કામ જ્યોતિષ

प्रश्न अंकशास्त्र पद्धति