Posts

Showing posts from May, 2026

કર્મયોગ

Image
કર્મ કેટલા પ્રકાર ના હોય છે? ------------------------ (૧) સાત્વિક કર્મ: આ કર્મ પ્રસન્નતા ,આનંદ અને શાંતિ આપે છે, સ્વાસ્થ્ય અને અનુકૂળતા પણ બક્ષે છે.   દા.ત: એક કુટુંબ ના સભ્યો જ્યારે સાથે મળીને રમતો રમે છે અને આનંદ કરે છે. (૨) રાજસી કર્મ : આ કર્મ ગર્વ ,આત્મવિશ્વાસ અને પ્રભાવ માં વૃદ્ધિ અથવા ઘટાડો આપે છે. આ કર્મ પાછળ વૃદ્ધિની લાલસા ની સાથે સાથે માન અને પ્રશંસા ની આશા હોય છે. દા:ત પ્રમોશન કે રિટાયરમેન્ટ વખતે આપેલી પાર્ટી અથવા ગેટ ટુ ગેધર. (૩) તામસી કર્મ : આ કર્મ પાછળ સ્વાર્થ, મહત્વકાંક્ષા ,લાલસા ,ક્રોધ જોવા મળે છે. આ કર્મ પાછળ ક્યારેક આળસ,મોહ અને ક્રૂરતા નો ભાવ પણ હોય છે. આવા કર્મો વ્યર્થ ના સંઘર્ષ ઊભા કરે છે. દા:ત: માત્ર શારીરિક હવસ ને પૂરી કરવા માટે દર્શાવેલ શોષણ પૂર્ણ સંવેદનહીન અશ્લીલ દૃશ્યો. આ પ્રકારની પોર્ન ફિલ્મો મનુષ્ય ના મન માં વિકાર ઉત્પન્ન કરે છે.. અને એવા મનને વિકૃત થતાં વાર નથી લાગતી) (૪) નિર્ગુણ કર્મ : આ કર્મ સર્વ ના હિત માટે કરવામાં આવેલું કર્મ છે. આ કોઈ પણ હોઈ શકે. આ કર્તવ્ય અથવા સર્વ ના લાભ ને ધ્યાન માં રાખી ને મમત્વ વિના કરવા માં આવેલું કર્મ છે. (દા:ત) તકતી મા...

અક્ષયનીતિ સુત્રો અધ્યાય :૧

Image
અક્ષયનીતિસૂત્રો:                નીતિ નો સ્વભાવિક અર્થ "એવા માર્ગદર્શક સિદ્ધાંત છે, જેના થી ઇચ્છિત ધ્યેય સિદ્ધ થાય છે." નીતિ શાસ્ત્ર ના પ્રાચીન આચાર્યો માં મનુ, શુક્રાચાર્ય, બૃહસ્પતિ , વિદુર, કનીક , સંજય, કામન્દક , ચાણક્ય, ભર્તૃહરિ વગેરે નામ પ્રચલિત છે. આ સર્વ આચાર્યો ને નમન કરીને આ અધ્યાય નો આરંભ થાય છે.       સર્વ ના હિત અર્થે કરેલું ચિંતન એ સર્વ માટે માર્ગદર્શન પૂરું પાડે એ હેતુ થી ચિંતકો દ્વારા ગ્રંથ રૂપે પેઢીઓ સુધી પહોંચાડવા માં આવે છે. અક્ષયનીતિ સૂત્ર એ એક કાલ્પનિક વિચાર છે... આ વિચાર માં "કુદરત" એટલે કે "પ્રકૃતિ" ને નીતિશાસ્ત્ર ના આચાર્ય કલ્પવામાં આવ્યા છે. કુદરત સ્વયં માનવજાત ને કેટલાક અક્ષય નીતિ સુત્રો કહે છે.. હવે કુદરત કહે છે એટલે એ કોઈ પણ સમય ના મનુષ્ય માટે દરેક કાળ માં યોગ્ય રહેશે. દરેક ભાગ માં બે સૂત્ર ભાવાર્થ સાથે મૂકીશ. કુદરત ની પ્રેરણા ,પ્રેમ, પ્રજ્ઞા થી આ લેખ માળા પ્રગતિ પામે એ રીતે આ સૂત્રો ને સિરીઝ ના ફોર્મેટ માં લખ્યા છે. કુદરત ઉવાચ: સૂત્ર : ૧ જન્મ થી મૃત્યુ વચ્ચે નો સમય જીવન છે, જીવન કુદરતી વૃત્તિઓથી પોષિત થાય છ...

વ્યક્તિગત ઉદ્દેશ્ય વિશે...

Image
  પ્રખ્યાત વક્તા,લેખક અને સાયકોલોજિસ્ટ દીપ ત્રિવેદી ના મતે "સત્ય એ છે ; જે દરેક વ્યક્તિને,દરેક અવસ્થામાં એક સરખી રીતે લાગુ પડે " જેવી રીતે જન્મ થાય ત્યારે નવજાત શિશુ હોવું... આ વાત સર્વ ને લાગુ પડે છે. બાળપણ ,યુવાની ,વૃદ્ધાવસ્થા દરમ્યાન શરીર માં પરિવર્તન આવવું... વગેરે .. પણ અહીંયા હું દીપ ત્રિવેદી ની જેમ પ્રકૃતિ અને મન ના નિયમો ,તેની પ્રણાલી અને સાયકોલોજી વિશે વાત નહી કરું. એ કામ એમનું છે. હું અહીંયા એક નવી વાત ,એક નવો પ્રયોગ બતાવવા આવ્યો છું.. દરેક માણસ ને એક પ્રશ્ન હોય છે "મારા જીવન નો ઉદ્દેશ્ય શું છે? હું ક્યાં કારણે જન્મેલી / જન્મેલો છું?" તો આ પ્રશ્ન નો ઉત્તર આ પ્રયોગ થી મળશે. કોઈ પણ પ્રયોગ ને કરવા માટે કેટલીક વાતો સ્વીકારવી પડે.. પછી આપણે કંઈક નવું કરીએ અને તેના પરિણામો ચકાસીએ... તો સૌથી પહેલા આ પ્રયોગ કરવા માટે તમારે ત્રણ મૂળભૂત વાતો સ્વીકારવી પડશે. (૧) આત્મા,પરમાત્મા,પુન: જન્મ, ભગવાન, સ્વર્ગ ,નર્ક ,પરલોક,ઈશ્વર, મોક્ષ જેવું કાંઈ જ નથી.. (૨) આ કુદરત અને તેનો સ્વભાવ સ્વયંભૂ સંચાલિત છે. સ્ત્રી અને પુરુષ ના મિલન થી જ બાળક નો જન્મ થાય છે. કુદરત ના દરેક જીવ પાસે સ...