અક્ષયનીતિ સુત્રો અધ્યાય :૧
અક્ષયનીતિસૂત્રો:
નીતિ નો સ્વભાવિક અર્થ "એવા માર્ગદર્શક સિદ્ધાંત છે, જેના થી ઇચ્છિત ધ્યેય સિદ્ધ થાય છે." નીતિ શાસ્ત્ર ના પ્રાચીન આચાર્યો માં મનુ, શુક્રાચાર્ય, બૃહસ્પતિ , વિદુર, કનીક , સંજય, કામન્દક , ચાણક્ય, ભર્તૃહરિ વગેરે નામ પ્રચલિત છે. આ સર્વ આચાર્યો ને નમન કરીને આ અધ્યાય નો આરંભ થાય છે.
સર્વ ના હિત અર્થે કરેલું ચિંતન એ સર્વ માટે માર્ગદર્શન પૂરું પાડે એ હેતુ થી ચિંતકો દ્વારા ગ્રંથ રૂપે પેઢીઓ સુધી પહોંચાડવા માં આવે છે.
અક્ષયનીતિ સૂત્ર એ એક કાલ્પનિક વિચાર છે... આ વિચાર માં "કુદરત" એટલે કે "પ્રકૃતિ" ને નીતિશાસ્ત્ર ના આચાર્ય કલ્પવામાં આવ્યા છે. કુદરત સ્વયં માનવજાત ને કેટલાક અક્ષય નીતિ સુત્રો કહે છે.. હવે કુદરત કહે છે એટલે એ કોઈ પણ સમય ના મનુષ્ય માટે દરેક કાળ માં યોગ્ય રહેશે. દરેક ભાગ માં બે સૂત્ર ભાવાર્થ સાથે મૂકીશ. કુદરત ની પ્રેરણા ,પ્રેમ, પ્રજ્ઞા થી આ લેખ માળા પ્રગતિ પામે એ રીતે આ સૂત્રો ને સિરીઝ ના ફોર્મેટ માં લખ્યા છે.
કુદરત ઉવાચ:
સૂત્ર : ૧
જન્મ થી મૃત્યુ વચ્ચે નો સમય જીવન છે,
જીવન કુદરતી વૃત્તિઓથી પોષિત થાય છે,
વૃત્તિઓ પૂર્ણ કરવા માટે કુદરત પર્યાપ્ત છે,
વિકાસ ,પ્રસન્નતા અને શાંતિ જીવનના રસ્તા તેમ જ અંતિમ ધ્યેય છે,
સર્વ નું સર્વ પ્રકારે હિત અને ક્ષેમ જ જીવન નું લક્ષણ છે.
ભાવાર્થ : પ્રથમ સૂત્ર માં સંપૂર્ણ અક્ષયનીતિસૂત્ર નો સાર છે. અક્ષય નીતિ એટલે " જે સદાય ,દરેક સમય માં ,દરેક માટે કોઈ પણ પ્રકાર ના ભેદભાવ વગર સમાન હોય છે". આ નીતિ સુત્રો એ જીવન ની અથવા કહું તો કુદરત ની નીતિ છે. જે સમજવાથી કોઈ નું પણ જીવન વિકાસ ,પ્રસન્નતા, શાંતિ થી ભરાઈ જાય છે.
હવે પ્રથમ સૂત્ર પર આવીએ: જન્મ થી મૃત્યુ વચ્ચે નો સમય જીવન છે. વ્યક્તિ જ્યારે એક નવજાત શિશુ રૂપે જન્મે અને મૃત્યુ પામે ત્યાં સુધીની પ્રત્યેક ક્ષણ જીવન છે. કોઈ પણ શિશુ નો જન્મ થયા પછી એના પોષણ માટે કુદરતે તેની અંદર વૃત્તિઓ પહેલેથી જ આપી છે. પ્રમુખ કુદરતી વૃત્તિઓ આ મુજબ છે.
(૧) સુરક્ષા. (૩) ભય ,પીડા (૫) સેક્સ/પ્રજનન
(૨) ભૂખ / તરસ (૪) નિદ્રા.
આપણે બધા જીવન માં આ જ વૃત્તિઓ ના બળે પોષણ પામીએ છીએ અને આપણો વિકાસ થાય છે. નાના બાળકો પોતાની સુરક્ષા ,ભૂખ,તરસ, નિદ્રા,ભય,પીડા માટે ખૂબ જાગૃત હોય છે. સેક્સ ની વૃત્તિ વિકસિત થવાની સાથે સાથે પ્રબળ થાય છે.
દરેક જીવ ની આ પાંચ વૃત્તિઓ પૂર્ણ કરવા માટે પ્રકૃતિએ પહેલે થી બધી જ વ્યવસ્થા કરી છે. સમયે સમયે કુદરત શરીર ના માધ્યમથી વૃત્તિઓ પૂર્ણ માટે કામના કરતું જ કરતું જ રહે છે. ભોજન ની ઈચ્છા થતા ભૂખ લાગે છે, શ્રમ કરીને થાક લાગે છે..અને નિદ્રા પહેલાં આળસ અને બગાસાં આવે છે, સંભોગ ની ઈચ્છા થતા કુદરતી રીતે સ્વપ્ન સ્ખલન અને આકર્ષણ થાય છે.
આ વૃત્તિઓ સંતુલિત રીતે પૂર્ણ થવા થી જ શરીરનો વિકાસ થાય છે અને તે પોષીત થાય છે.
વિકાસ ઉપર કહ્યું તેમ કુદરત નો મૂળ સ્વભાવ છે , પરંતુ આ વિકાસ જો પ્રસન્નતા અને શાંતિ પર ટકેલો હોય તો તે કુદરતી છે. જીવન એ જ છે જે સર્વ ના હિત તેમ જ ક્ષેમ ની દ્રષ્ટિને ધ્યાન માં રાખી જીવવા માં આવે. વિકાસ , પ્રસન્નતા અને શાંતિ જ આનો માર્ગ પણ છે અને ધ્યેય પણ.
સૂત્ર:૨
સર્વ નું સર્વપ્રકારે હિત ત્યારે જ સંભવ છે જ્યારે
જરૂર તેમ જ કારણ વગર ના સંઘર્ષ ,ઝઘડા લાલચ પર અંકુશ મુકાય,
સંઘર્ષ ,ઝઘડા ,લાલચ પર અંકુશ ત્યારે જ મુકાય જ્યારે મહત્વકાંક્ષાઓ કાબુ માં આવે,
મહત્વકાંક્ષા ત્યારે મટે જ્યારે શોષણ ના ભોગે લોભ પૂરો કરવાની નિયત મટે,
શોષણ ના ભોગે લોભ પૂરો કરવાની નિયત સંતોષ અને પ્રેમ થી જ બદલાય.
ભાવાર્થ : કુદરત માં સિંહ પોતાની ભૂખ માટે હરણ ખાય આવી જૈવિક વ્યવસ્થા છે.. એમાં સર્વ નું હિત ક્યાંથી આવ્યું? જીવ જ જીવ નું ભોજન છે અને આ કુદરતી નિયમ છે. સિંહ ની ભૂખ માટે માંસ તો અનિવાર્ય છે.
આ પ્રશ્ન બરાબર છે.. પરંતુ કુદરત પોતાની સહજ વૃત્તિઓ પર જ વિકાસ કરે છે. ભૂખ સહજ વૃત્તિ છે.. એટલે કુદરત ને જરૂર પૂરતા શિકાર પર કોઈ હાનિ ક્યાં છે? કુદરતે હરણ ને બચવા માટે એટલે કે પોતાની સુરક્ષા માટે ક્ષમતાવાન પગ આપ્યા છે.
સૂત્ર કહે છે કે જરૂર અથવા કારણ વગર ના ઝઘડા ,સંઘર્ષ,લાલચ અને મહત્વકાંક્ષા પર અંકુશ લાગે ત્યારે જ સર્વનું સર્વ પ્રકારે હિત થાય છે.
જ્યાં લોભ,લાલચ અને શોષણ દ્વારા મહત્વકાંક્ષાઓ ની પૂર્તિ થાય છે, ત્યાં સંતોષ અને પ્રેમ નો અભાવ હોય છે. ત્યાં જ ઝગડા અને સંઘર્ષ થાય છે. સંતોષ અને પ્રેમ ના ભાવ થી સુકૂન જન્મે છે.. આ જ શાંતિ અને પ્રસન્નતા પણ લાવે છે.

Comments
Post a Comment