પ્રકૃતિ ની રચના: માનવ શરીર સાથે જોડાયેલ ૩ મૂળભૂત આવેગો

   પ્રકૃતિ ની રચના માનવ શરીર સાથે મૂળભૂત આવેગો જોડાયેલા છે.. આ મૂળભૂત આવેગો માં ત્રણ પ્રમુખ આવેગ છે.. (૧) ભૂખ - તરસ (૨) નિંદ્રા (૩) સેક્સ એટલે કે કામેરછા.

                  આ ત્રણ મૂળભૂત આવેગો નું યોગ્ય રીતે જતન શરીર તેમ જ જીવનને શોષણ તેમ જ સ્વભાવિક ભય,પીડા તેમ જ અસુરક્ષા થી દૂર રાખે છે.. 

          તમે રોજિંદા જીવન માં જુઓ છો કે કોઈ પણ વ્યક્તિ હોય એનું પેટ ભરેલું હોય અને એને સારી ઊંઘ મળી હોય તો એ ઉર્જા અને ઉત્સાહ થી પોતાનું કાર્ય કરી શકે છે, અને તમે અનુભવેલ હશે કે વ્યક્તિ એ પૂરતું ખાધું ન હોય ,તેને પાણી ન પીધું હોય તેમ જ તેને સારી ઊંઘ ન મળી હોય તો તે વ્યાકુળ થઈ જાય છે...કામેરછા એટલે કે સેક્સ ની ઈચ્છા થવી પણ સ્વાભાવિક છે.. કામ તૃપ્તિ પણ ભૂખ તરસ અને નિદ્રા જેટલી જ આવશ્યક છે.

           આ ત્રણેય સ્વાભાવિક આવેગો ની તૃપ્તિ વિશે ની માંગ શરીર જ કરે છે. જીવિત શરીર માં જ ખોરાક ની માંગ માટે ભૂખ, પાણી ની માંગ માટે તરસ લાગે છે, નિંદ્રાની માંગ માટે સમય થતા થાક ,આળસ તેમ જ બગાસા નો એલાર્મ વાગે છે. તેમ જ સેક્સ ની ઈચ્છા થતા આકર્ષણ ,ઉત્તેજના {(પુરુષ માં) ઇન્દ્રિય ઉત્થાન (સ્ત્રી માં) યોનિ માર્ગ ની ભીનાશ},તેમ જ કામેરછા (મિલન ની ઈચ્છા) અનુભવાય છે.

                            જેમ દરેક વ્યક્તિ ની ભૂખ,તરસ તેમ જ નિદ્રા ની સ્વભાવિક માત્રા અલગ અલગ હોય છે ,તેમ દરેક વ્યક્તિ માં સેક્સ સંદર્ભે આકર્ષણ ,ઉત્તેજના અને કામેરછા તેમ જ તે વિષયે પસંદગી અલગ અલગ હોઇ શકે. આ સ્વાભાવિક સેક્સ ના આવેગ ને શાંત કરવાના બે માર્ગો છે (૧) રતિક્રીડા/ સંભોગ (૨) સ્વપ્ન સ્ખલન/હસ્તમૈથુન.

(૧) રતિ ક્રીડા / સંભોગ : આ માર્ગ માટે વિજાતીય પાત્ર ની આવશ્યકતા રહે છે.. વિજાતીય પાત્ર ની પસંદગી અને અનુકૂળતા ને ધ્યાન માં રાખી ને બન્ને ની કામ તૃપ્તિ માટે આ માર્ગ નો આશ્રય લેવા માં આવે છે.. આ ક્રિયા માં બન્ને ના શારીરિક સ્વાસ્થ્ય ની પણ સુરક્ષા ને ધ્યાન માં લેવી જરૂરી છે. સંતતિ ની પ્રાપ્તિ માટે પણ આ માર્ગ સ્વાભાવિક છે.

(૨)સ્વપ્ન સ્ખલન /હસ્તમૈથુન: પ્રથમ માર્ગના વૈકલ્પિક માર્ગ રૂપે આ માર્ગ નો ઉપયોગ થાય છે. કુદરતી રીતે યોગ્ય વયે જો રતિ ક્રીડા અથવા સંભોગ થી જો કામતૃપ્તિ ન થાય તો સ્વપ્ન સ્ખલન દ્વારા યુવાનો ને સેક્સ ની ઈચ્છા નો સામાન્ય રીતે પ્રથમ અનુભવ થતો હોય છે.. અને આ દર્શાવે છે કે શરીર ના આવેગો નો સંબંધ સ્વપ્ન સાથે પણ હોય છે.. સ્વપ્ન સ્ખલન સ્ત્રી ,તેમ જ પુરુષ બન્ને ને થાય છે.. અને સ્વપ્ન માં જ ગમતા પાત્ર સાથે સંવનન ની ઘટના બને છે, આ પાત્ર કોઈ પણ હોઈ શકે.. સ્વપ્ન પર વ્યક્તિ નું કોઈ જોર નથી.. એટલે આ પાપ નથી.. આ કોઈ અપરાધ ભાવ પણ નથી.

                હવે હસ્તમૈથુન વિશે વાત કરીએ..આ ક્રિયા માં વ્યક્તિ પોતે જ પોતાના હાથ વડે,પોતાની જાત ને સંતોષ આપે છે. અને એકાંત માં પોતાની સેક્સ ઈચ્છા ને શાંત કરી દે છે. હસ્તમૈથુન કરતા લોકો માં સ્વપ્ન સ્ખલન નું પ્રમાણ ઓછું જોવા મળે છે. આ વિશે વધુ તમે મારી વાર્તા : "પ્રેમ લગ્ન અને કામકળા વિજ્ઞાન" માં જાણી શકો છો. અહીં એ વાતો નું પુનરાવર્તન કરતો નથી. પરંતુ હસ્તમૈથુન માં પોતાના ગમતા પાર્ટનર ની કલ્પના વ્યક્તિ જાતે કરે છે.. અને આમાં પણ પાપ કે અપરાધભાવ થી મુક્ત રહેવું.


મૂળભૂત રીતે શરીર ના આ ત્રણ આવેગો નું યોગ્ય રીતે પાલન ,પોષણ અને જતન કરવું ઉત્તમ સ્વાથ્ય બક્ષે છે.. પુરાતન ગ્રંથો તેમ જ આધુનિક વિજ્ઞાન બન્ને આ બાબતે સહજ છે.

શ્રીકૃષ્ણ એ કહ્યું છે " વધુ ખાનાર તેમ જ બિલકુલ ન ખાનાર, વધુ ઊંઘનાર તેમ જ બિલકુલ ન ઊંઘનાર ,તેમ જ ઇન્દ્રિયો થી સત્તત વિષય ભોગ નું ચિંતન કરનાર વ્યક્તિ યોગ રૂપી પરમ સ્થિતિ ને પામી શકતો નથી". પરંતુ યોગ્ય રીતે ઊંઘનાર,ખાનાર તેમ જ યોગ્ય (એટલે કે શાસ્ત્ર સંમત) રીતે કામ ઈચ્છા પૂર્ણ કરનાર યોગ રૂપી પરમ સ્થિતિ ને પામે છે. 


બુદ્ધ પણ મધ્યમ માર્ગ નામ ના સમ્યક ચિંતન પર ભાર મૂકે છે..વધુ પડતા ઉપવાસ,જાગરણ અને કામેરછા ના દમન ને સાચા જ્ઞાની ઓ દ્વારા વખોડવામાં આવ્યું છે.

વિજ્ઞાન પણ કહે છે કે સારી રીતે ખાવું,ઊંઘવું તેમ જ સેક્સ લાઇફ માં લાંબા સમય સુધી યોગ્ય રીતે એક્ટિવ રહેવું શારીરિક, તેમ જ માનસિક સ્વાસ્થ્ય માટે અનુકૂળ છે.

વધુ એક વાત:

કામેરછા ને ટાર્ગેટ કરી ને પોર્ન ઇન્ડસ્ટ્રી નો ઇન્ટરનેટ પર ખૂબ દબદબો છે.. પોર્ન ફિલ્મો કામેરછા ને ઉત્તેજિત કરનાર સામગ્રી છે.. તેના કેટલાક ફાયદાઓ છત્તા ,તેનો વધુ પડતો પ્રયોગ સ્વાભાવિક સેક્સ લાઇફ માં તેમ જ હસ્તમૈથુન ના પ્રમાણ માં વૃદ્ધિ કરે છે.

   "મન "આવેગ ની તીવ્રતા અને લાગણીઓ ના પ્રવાહ નું બીજું નામ છે.. શરીર તેમ જ એની સાથે જોડાયેલી સ્પર્શ,સ્વાદ,ગંધ, દૃષ્ટિ અને શ્રવણ રૂપી જ્ઞાનેન્દ્રિયો જ્યારે ભૂખ તરસ ,નિદ્રા અને સંભોગ દર્શાવતી કોઈ પણ સામગ્રી ના સંપર્ક માં આવે તો તુરંત મન ના આવેગો માં વૃદ્ધિ કરે છે... સરસ ભોજન જોતા, સુગંધ લેતા તુરંત ભૂખ લાગે છે, બીજા ને આળસ તેમ જ બગાસા ખાતા જોઈએ તો આપણ ને પણ આળસ આવે છે.. 

  તેમ પોર્ન ફિલ્મો,વેબ સિરીઝ ના કામુક દૃશ્યો જોઈ ને સેક્સ ના આવેગો માં વૃદ્ધિ થાય છે.. અને સેક્સ ના આવેગ નું મહત્વ ખૂબ વધી જાય છે..

સેક્સ ના આવેગ નું મહત્વ ખૂબ વધી ને જો અનિયંત્રિત થઈ જાય તો શરૂઆત માં પોર્ન ફિલ્મો જોવાની ,અશ્લીલ સામગ્રી ની તેમ જ રોજ વધુ પ્રમાણ માં હસ્તમૈથુન કરવાની આદત લાગે છે.. અને જો તેના થી પણ આ આવેગ નિયંત્રિત ન થાય તો વ્યક્તિ બલાત્કાર જેવા ઘૃણિત કર્મો માં જોડાઈ શકે છે..

એટલે જેમ ભોજન વધુ પડતું કરવા થી મેદસ્વિતા આવે છે,તેમ જ બિલકુલ ન કરવા થી શરીર શોષાય છે.. ઊંઘ વધુ પડતી લેવાથી થાક અનુભવાય છે, અને બિલકુલ ન ઊંઘવા થી પણ વ્યાકુળ થવાય છે..તે જ રીતે સેક્સ ના આવેગ ને બિલકુલ મહત્વ ન આપવું અને વધુ પડતું જ મહત્વ આપવું બન્ને માં નુકશાન છે.

યોગ્ય સમજણ ,શિક્ષણ અને મધ્યમ માર્ગ અનુસરવા થી સેક્સ ના સંદર્ભ માં જાત ને સાચવી શકાય છે.






Comments

Popular posts from this blog

ज्योतिषी सेवा और शुल्क।

કામ જ્યોતિષ

प्रश्न अंकशास्त्र पद्धति