Posts

Showing posts from September, 2026

શ્રીમદ્ ભગવદ્ ગીતાની શરણે...

Image
ગીતા સાર અધ્યાય ૧ ------------------ અર્જુન : જે મારા આત્મીય સ્વજન મારી વિરોધ માં છે ઊભા , એમણે પૃથ્વી ના એક ટુકડા માટે યુદ્ધ કરતા જોઈ ને હું ક્ષોભ પામુ છું.. કારણ કે પૂજનીય તેમ જ આત્મીય લોકો ને મારી ને જે સુખ મળશે એમાં પાપ સિવાય કાંઈ જોતો નથી.. અને મહાવિનાશ પછી જે પાપ રૂપ સંપતિ અમે ભોગીશું એના કારણે લાગેલું મહાપાપ અમારી આવનારી પેઢીઓ ને પણ ભોગવવું પડશે.. એમ પૂજનીય અને આત્મીય એવા સ્વજનો ને મારી ને કુળનાશ નું પાપ લાગશે. આટલી વિશાળ સેના અને આવા મહાનુભાવો એક નાનકડી પૃથ્વી ના ટુકડા માટે સંઘર્ષ કરશે.. એ મૂર્ખતા છે. હું આ યુદ્ધ માં બુદ્ધિમાની જોતો નથી માટે શસ્ત્રો નો ત્યાગ કરું છું. કારણ કે યુદ્ધ જીતી ને પણ જો આ લોકો નહી હોય, તો એવા વિજય થી પણ શું પ્રયોજન ?.. એના કરતાં તો હું યુધ્ધ માં આ લોકો દ્વારા હણાઈ ને અથવા ભિક્ષા વૃત્તિ થી નિર્વાહ કરવાનું પસંદ કરીશ. કૃષ્ણ : આ રણભૂમિ ની મધ્ય માં જ્યારે થોડા સમય પછી યુધ્ધ શરૂ થશે.. એવા અસમયે તને આવો મોહ શું કામ લાગ્યો..? રણભૂમિ માં ઊભેલા શસ્ત્રધારી યોદ્ધા માટે આ શોભનીય નથી.. તેમ જ ક્યારેય પૂર્વે પણ વીર યોદ્ધાઓ એ આ પ્રકાર ના મોહ અને ભય ને આવકાર...