ભગવદગીતા અધ્યાય ૬ શ્લોક ૯.
ભગવદગીતા અધ્યાય ૬ શ્લોક ૯.
------------------------------
(૧) પ્રેમી - હૃદય થી પ્રેમ કરનાર (રાધા/ માતા પિતા પત્નીઓ) - પ્રેમ,પોષણ પ્રસન્નતા
(૨) મિત્ર - સુખ દુઃખ માં સાથે રહેનાર (ઉદ્ધવ,સાત્યકિ) - પ્રેમ, પોષણ, પ્રસન્નતા
(૩) શત્રુ - અહિત કરનાર (જરાસંઘ) - ચુનૌતી
(૪) અજાણ્યો - (પુણ્યજન રાક્ષસ) - જે આપણ ને બિલકુલ જાણતો નથી તે. - સ્વીકાર અને મર્યાદા
(૫) તટસ્થ -(પરશુરામ) - જે બાકી ના આઠ માંથી કોઈ નથી તે. - સ્વીકાર
(૬) તિરસ્કાર કરનાર (દ્વેષી) (શિશુપાલ) - નિંદા કરનાર - સહનશીલતા અને શાંતિ
(૭) ભાઈ / બહેન (બલરામ/ સુભદ્રા/ શૈવ્યા) - કુટુંબી જન અથવા સંબંધો - પ્રેમ,પોષણ પ્રસન્નતા
(૮) ધર્માત્મા (ગુરુ સાંદીપનિ) - ગુરુ, ધર્મ તરફ વાળનાર - યોગ્ય દિશા આપનાર
(૯) પાપી (કૌરવો). - આ, તેમ જ આગળની જનરેશન નું અહિત કરનાર.
(લાંબા સમય સુધી પૃથ્વી પર ઉપદ્રવ ફેલાવનાર, જેનો નાશ કરવો કૃષ્ણ નો ધર્મ છે.) - સર્વ હિત ની ભાવના નો વિકાસ
આ નવ પ્રકાર ના લોકો જીવન યાત્રા માં મળે છે.. આ સર્વે નવ પ્રકારના લોકો માં ફક્ત વિકાસ જોનાર અને સમભાવ રાખનાર સમદૃષ્ટ છે. અને તે જ શ્રેષ્ઠ છે.
એમ પથ્થર,માટી ,સોનુ અને કોઈ પણ પરિસ્થિતિ માં વિકાસ જોનાર અને સમભાવ રાખનાર શ્રેષ્ઠ છે. કારણ કે આ સર્વે લોકો ઘડી માટે સાથે રહી ને શૂન્ય ભણી યાત્રા કરનાર છે... એટલે મમત્વ રાખવું આગિયા ની જેમ બળવું છે.
-----------------------------
(૧) શત્રુ, દ્વેષી,પાપી ( સર્વહિત નું ચિંતન)
(૨)અજાણ્યા,તટસ્થ, ધર્માત્મા (સ્વીકાર, પ્રગતિ)
(૩) પ્રેમી, મિત્ર, બંધુ ( પ્રેમ,પોષણ,પ્રસન્નતા)
-----------------------------
આ નવ જીવો જીવનયાત્રા ને વિકસિત કરનાર સહયાત્રીઓ છે, જે પોતાનું યોગદાન કરીને શૂન્ય માં પ્રયાણ કરે છે.
આ સર્વેનું વિશેષ દાન જીવન ને મધુર બનાવે છે.
(જે જીવન માં પ્રેમ,પોષણ,પ્રસન્નતા,સ્વીકાર,પ્રગતિ અને સર્વહિત નું ચિંતન છે.. એ વિકાસ પામે છે.)
-------------------------------
જે શ્વાસ માં સ્થિત છે અને અંદર તેમ જ બહાર કુદરત(પાંચ મહાભૂત) ને જ વ્યાપ્ત થયેલું જોવે છે.. એ મિથ્યાત્વ ને મિથ્યા અને વાસ્તવ ને વાસ્તવિકતા તરીકે જોઈ યથાર્થ જુવે છે. સ્વપ્ન અને જાગૃતિ બન્ને નિત્ય અનિત્ય છે.અને શૂન્ય તરફ પ્રયાણ કરનાર છે.
જીવન માં અવશ્ય આ ૯ વ્યક્તિઓ નો થોડો કે વધુ સંગ થાય જ છે.. જે ક્ષણ ની જે પ્રમાણે અનિવાર્યતા હોય એ કરવું અને અને આ સર્વ ને શૂન્ય તરફ જવા દેવા.
લાંબા સમય ના મિથ્યા અભ્યાસ ના કારણે કેટલીક બાબતો ઘર કરી ગઈ હોય છે .. સતતેય પોતાની જાત ને યથાર્થ વાસ્તવિક દર્શન તરફ વાળવી. યોગ્ય વસ્તુઓ અને વ્યક્તિઓ નો સંગ કરવો. અયોગ્ય સંગ અને વ્યક્તિઓ ને પણ પોતાની ગતિ આપવી.
ભ્રમ માં કંપિત થનાર ને યોગ્ય સંગત પ્રાપ્ત થતા પુન : સ્વસ્થ થાય છે...
જે ક્ષણ, ક્ષણ, ક્ષણ થી પણ વધુ જીવવાનો પ્રયત્ન કરે છે એ જ તનાવ અને ચિંતા અનુભવે છે.. એ જ ભ્રમ માં તેમ જ વાસ્તવિકતા માં પણ સુખી અને દુઃખી થાય છે.. પ્રયત્ન, કરતા પણું અને ફળ ની કામના આ ક્ષણ ના ક્ષણ થી વધુ બોજ નું પરિણામ છે.
જે શ્વાસ, વિકાસ અને કુદરત માં જ તૃપ્ત છે.. એ પ્રસન્ન શાંત સંતોષી છે.
શ્વાસ ,શ્વસનતંત્ર અને શ્વાસ લેનાર વ્યક્તિ ત્રણેય માંથી એક પણ બંધ થઈ જાય તો જીવન જીવવું કઠિન છે. જ્યાં સુધી કુદરત માં જીવન છે ,ત્યાં સુધી જ વિકાસ શક્ય છે. જડ અને ચેતન વસ્તુઓ ના સંગ થી જ વિકાસ શક્ય છે. કુદરત ની પ્રકૃતિ પણ જડ અને ચેતન નું મિલન જ છે. જડ અને ચેતન ના મિલન થી જ આ સર્વ કાંઈ શક્ય છે. અને આ જડ અને ચેતન નું મિલન જ જીવન શક્ય બનાવે છે. જે આ જીવન ને અને અસ્તિત્વ ને જડ અને ચેતન ના મિલન ની અદ્ભુત સંભાવના સમજે છે એ જ યથાર્થ સમજે છે. આ સંભાવનાઓ અગણિત છે અને લાંબા સમયથી અસ્તિત્વ માં છે.... જ્યાં સુધી જડ દ્વારા ચેતન નું અને ચેતન દ્વારા જડ નું જતન થશે ત્યાં સુધી જીવન નું અસ્તિત્વ રહેશે.
જે પોતાને એક જીવિત સંભાવના અથવા લીલા જાણે છે અને એ એક જ ભાવ માં સ્થિત છે. જે પોતાની ભીતર આ અગણિત સંભાવનાઓ નો લય ,તેમ જ વિલય જોવે છે એ ભ્રાંતિઓ થી દૂર રહે છે.. વસ્તુઓ અને વ્યક્તિઓનો સંગ પણ સંભાવનાઓ ના આ લય અને વિલય નો ભાગ છે..
કૃષ્ણ અને કંસ નું મલ્લ યુદ્ધ જરાસંઘ અને કૃષ્ણ ની શત્રુતા ની સંભાવના ના લય ને જન્મ આપે છે..
તેમ જ ભીમ અને જરાસંઘ નું મલ્લ યુદ્ધ કૃષ્ણ સાથે જરાસંઘ ના સંઘર્ષ ની સંભાવના ને વિલય આપે છે.. ભીમ અને દુર્યોધન નું યુદ્ધ પણ લાંબા સમય ની શત્રુતા નો વિલય કરે છે.
આમ ઘટનાઓ અને સંગ લય તેમ જ વિલય ની સંભાવનાઓ બનાવતા શૂન્ય માં પ્રવેશ કરે છે. આમ ૯ પ્રકાર ના સંબંધો તેમ જ જડ વસ્તુઓ ના સંયોગ વિવિધ ઘટનાઓ ના લય અને વિલય ની સંભાવનાઓ ને જન્મ આપી જીવન ને પરિપૂર્ણ બનાવે છે..
જે આ જાણે છે એને કોઈ વ્યથા ,પતન અથવા દુઃખ શેનું?
જે આ ક્ષણે શત્રુ તરીકે વર્તે છે એ શત્રુતા ના લય ને જન્મ આપશે અને જે મિત્ર તરીકે વર્તે છે એ મિત્રતા નો ...
પણ જે આ લય અને વિલય ને જીવન માં વિકસિત થવાની એક ઘટના અથવા ઘટનાક્રમ તરીકે જોવે છે, તે સમભાવ માં રહે છે કારણ કે આ સંભાવનાઓ માત્ર જીવન માટે ,જીવન થી અને જીવન દ્વારા જ અસ્તિત્વ માં છે.. જીવન નું મૂળ વિકાસ છે.. અને વિકાસ આ લય વિલય ની ઘટનાઓ થી જ શક્ય છે.
આ વિકાસ એક ક્ષણ માં શૂન્ય થાય છે અને પુન: અન્ય સંભાવનાઓ થકી પણ પ્રગટે છે. આમ જ્યાં સુધી જીવન એટલે કે જડ ચેતન નું જતન છે ...જીવન રૂપી સંભાવના પુન: પુન: વિકસિત થવાના હેતુ થી પ્રગટ થઈ ને ..લય અને વિલય માં
રમી ને શૂન્ય થઈ જવાની .. તો એમાં શોક ક્યાંથી?

Comments
Post a Comment