Ai અને અંગત જીવન
2020 ની કોરોના મહામારી પછી જીવન જીવવાની પદ્ધતિ માં ઘણો ફેરફાર થયો છે. 2021-2022 માં શરૂ થયેલું AI ખૂબ ઝડપથી જીવન નો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ગયું છે. નાના મોટા મેસેજ અને લેખો થી માડી ને મોટા મોટા કાર્યો અને સંશોધનો પણ Artificial Intelligence ના સહારે થવા લાગ્યા છે... ઝડપી અને વધુ કાર્યક્ષમ Ai પાસે આજે આશ્ચર્ય પમાડે તેવા મહત્વપૂર્ણ વિકલ્પો પણ છે.તો આ સમય અને સંસાધનો આપણને કેટલીક સાવધાની પણ સૂચવે છે.
કિસ્સો ૧
-------
પ્રસન્નતા અને વિશેષ કાફે ટેબલ પર બેઠા વાતો કરી રહ્યા હતા.. અચાનક બાજુ ના ટેબલ પરથી પ્રસન્નતા પર કેમેરા ની ફ્લેશલાઇટ પડી. બાજુ ના ટેબલ પર બેઠેલા રુદ્રેશે સ્મિત આપી ને કહ્યું કે હું ટેબલ ની પાછળ ના બુદ્ધ ભગવાન ની મૂર્તિ નો ફોટો લેતો હતો. અને એને પ્રસન્નતા ને એ ફોટો બતાવ્યો પણ ખરો. આ જોઈ પ્રસન્નતા એ પણ વાત ઇગ્નોર કરી.
થોડા દિવસ રહી ને પ્રસન્નતા ના સોશિયલ મીડિયા ફીડ પર એના ન્યૂડ ફોટો અને અશ્લીલ હરકતો કરતા વીડિયો દેખાયા જેમાં વિશેષ પણ હતો. આ જોઈ પ્રસન્નતા અવાક્ રહી ગઈ. તરત જ એને વિશેષ ને આ વિશે વાત કરી. બન્ને સાયબર ક્રાઈમની ઓફિસે પહોંચ્યા અને વધુ તપાસ કરતા ખબર પડી કે આ હરકત રુદ્રેશ ની હતી. આવી રીતે જાહેર સ્થળો પર ફોટા પાડીને AI ની સહાય થી છોકરીઓ તેમ જ છોકરાઓની અશ્લીલ ક્લિપ બનાવી અને તેની કાર્ટૂન પોર્નોગ્રાફી બનાવી એ પોર્ન સાઇટ્સ પર અપલોડ કરતો હતો. આ રીતે એ પૈસા પણ કમાતો હતો.
આ કિસ્સા પરથી ખબર પડે છે કે જાહેર માં તેમ જ અંગત રીતે પણ ત્રાહિત વ્યક્તિઓ ને ફોટા શેર કરવા માં હવે જોખમ છે. તમારા નવા બનેલા મિત્રો ને પણ ફોટા કે વિડિઓ શેર કરતા પહેલા સાવચેતી રાખવી. તમારા મિત્ર ભાવ નો દુરપયોગ થઈ શકે છે.
કિસ્સો :૨
---------
સ્વયં પટેલ અજાણ્યા ટેલીગ્રામ ગ્રુપ્સ પર એક્ટિવ રહેતો એક યુવાન છોકરો છે. તેને એક દિવસ એક છોકરી નો મેસેજ આવ્યો. Dp ના ફોટા પરથી દેખાવ માં ખૂબ આકર્ષક છોકરી એ તેની સાથે ખૂબ જલ્દી મિત્રતા કરી લીધી ૩ દિવસ પછી એને સ્વયં પાસે તેના ન્યૂડ ફોટા ની માંગણી કરી. એણે પોતાના કેટલાક ફોટો પણ શેર કર્યા. સ્વયં પટેલ પહેલા તો અવાક્ થયો પણ તેને પણ છોકરી ના ફોટો જોઈને પોતાના ફોટો શેર કર્યા. પછી ના દિવસે એ છોકરી ના એકાઉન્ટ પરથી કોઈ અજાણ્યા વ્યક્તિ નો મેસેજ આવ્યો. એણે સ્વયં ને ધમકી આપી અને પૈસા ની માંગણી કરી. સ્વયં ના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી પણ આપી. સ્વયં પટેલ ખૂબ ડરી ગયો... તેને ૨૦૦૦ રૂપિયા તે ભાઈ ના એકાઉન્ટ માં ટ્રાન્ફટર કર્યા.. પરંતુ રોજે રોજ પૈસા ની માંગણી વધતા એક વખત ડરતા ડરતા સ્વયં એ બધી વાત એના મિત્ર ને કરી. મિત્ર એ તરત જ સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ માં સૂચન કરવાની ભલામણ આપી.
સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ માં તપાસ કરતા ખબર પડી કે એ છોકરી નું એકાઉન્ટ એક રોબોટ દ્વારા ઓપરેટેડ chatbot હતું. અને એ છોકરી નો dp તેમજ ફોટા પણ AI generated હતા. આનંદ મંગલ નામનો વ્યક્તિ આ રીતે યુવાનો અને યુવતીઓ ને ઠગતો હતો.
આ વાર્તા ની ફળ શ્રુતિ ૫૦ વાક્યો માં લખો.
આ વાર્તાઓ પરથી આપણે કેટલીક મહત્વપૂર્ણ બાબતો શીખી શકીએ છીએ:
1. *સોશિયલ મીડિયા પર સાવધાની રાખો*: અજાણ્યા લોકો સાથે વાત કરતી વખતે સાવધાની રાખવી જોઈએ.
2. *ફોટા અને વિડિઓ શેર ન કરો*: અજાણ્યા લોકો સાથે ફોટા કે વિડિઓ શેર ન કરવા જોઈએ.
3. *સાયબર ક્રાઈમની જાણ કરો*: જો તમને લાગે કે તમારી સાથે છેતરપિંડી થઈ છે, તો તરત જ સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટને જાણ કરો.
4. *AIના દુરુપયોગથી સાવધાન રહો*: AIનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા ફોટા અને વિડિઓથી સાવધાન રહેવું જોઈએ.
5. *મિત્રો અને પરિવાર સાથે વાત કરો*: જો તમને કોઈ સમસ્યા હોય, તો મિત્રો અને પરિવાર સાથે વાત કરો.
6. *સોશિયલ મીડિયા એકાઉન્ટ સુર ૧૦૦% સુરક્ષિત નથી*: સોશિયલ મીડિયા એકાઉન્ટ સુરક્ષિત રાખવા માટે પાસવર્ડ અને અન્ય સુરક્ષા સેટિંગ્સનો ઉપયોગ કરો.
આ બધી બાબતોનું ધ્યાન રાખીને આપણે આપણી જાતને અને આપણા પ્રિયજનોને સુરક્ષિત રાખી શકીએ છીએ.

Comments
Post a Comment