Posts

Showing posts from October, 2026

જ્યોતિષ એક પાખંડ કે માર્ગદર્શક વિધ્યા?

પ્રશ્ન : મારા મતે, "જ્યોતિષ" એક પાખંડ છે, "કર્મ" જ એકમાત્ર માર્ગ છે, પોતાનું જીવન બનાવવાની જવાબદારી ખુદની જ છે, તો તમે આ વ્યર્થના પાખંડને કેમ વ્યવસાય બનાવીને બેઠા છો? ઉત્તર : કેટલીક બાબતો સમજો: (૧) કર્મ જ એકમાત્ર માર્ગ છે, અને પોતાનું જીવન બનાવવાની જવાબદારી ખુદની જ છે, જો તમે આ સમજો છો, તો તમે યોગ્ય જ સમજ્યા છો. (૨) જો આ સ્પષ્ટતા જીવનમાં આવી જાય કે વર્તમાન ક્ષણોમાં તમારી જે પણ સ્થિતિ કે મનોદશા છે તે તમારું ભવિષ્ય નક્કી કરે છે, જો અત્યારે તમે ઉદાસ છો, તો તમારું ભવિષ્ય પણ ઉદાસી જ છે; પરંતુ દરેક મનુષ્ય પાસે આ અંતરમનન કરવાનો સમય હોતો નથી. (૩) જો તે પોતાના જીવનના દરેક પરિવર્તનને સ્વીકારે અને ભૂતકાળના તણાવ અને ભવિષ્યની ચિંતાથી મુક્ત થઈ જાય, તથા જે પણ મેળવેલું છે તેની રક્ષણ કરવાનીી બીક, અને જે પણ મેળવ્યું નથી તેને મેળવવાનો લોભ અને વાસના શાંત થઈ જાય, તો વ્યક્તિ તત્કાળ જ કર્મના માધ્યમથી પ્રજ્ઞા, પ્રેમ, સહાયતા અને પ્રગતિને પ્રાપ્ત થઈ જશે. (૪) પરંતુ જે પણ લોકો પરેશાન હોય છે તે પ્રાયઃ મોટાભાગે ભય, લોભ, વાસના અને ક્રોધથી પીડિત હોય છે, અને જેના કારણે ચિંતા, નિરાશા અને ઉદ્વે...