ટીન એજ - તરંગી ઉંમર ની વાતો.
અહીંયા ટીન એજ સંબધી પ્રશ્નો રજૂ કરું છું.. જે તરુણ વય એ પહોચેલા છોકરા છોકરીઓ ના સામાન્ય પ્રશ્નો હોઇ શકે. (૧) "અમે મિત્રો, પહેલી વાર ગ્રુપ માં બહાર જઈએ છીએ.. વેકેશન માં અમે પહેલી વાર આવું પ્લાનિંગ કર્યું છે. ગ્રુપ માં ૪ છોકરીઓ અને ૩ છોકરાઓ છે. અમારે શું સાવધાની રાખવી જોઈએ" (જ.) ટીન એજ માં પ્રથમ વખત આવું પ્લાનિંગ કરવું એ ઉત્સાહ ની વાત છે.. પહેલી વખત ગ્રુપ સાથે એકલા ફરવા જવું એક નવો અનુભવ હોય છે. અને આ સમય લગભગ દરેક ના જીવન માં આવે જ છે.. તો તેનો સ્વીકાર કરવો.. અને નીચેની સાવધાનીઓ રાખવી. (૧) ગ્રુપ ના ૭ વ્યક્તિઓ ની માહિતી દરેક ના મમ્મી પપ્પા ને હોવી જોઈએ. દરેક ના ઘર ના નંબર બધા ના ફોન માં સાચવેલા હોવા જોઈએ. (૨) તમે જે જગ્યાએ જાવ ,ત્યાંની તમામ માહિતી, તમારો સ્ટે ,તમારો ફરવાનો પ્રોગ્રામ, તમારા ડ્રાઈવર નો નંબર તમારા તેમ જ દરેક ના માં બાપ પાસે હોવો જોઈએ. જરૂરી દવાઓ અને first -aid બોક્સ સાથે રાખવું. હમેશા તમારા સેલ ફોન માં લાઇવ લોકેશન ઓન રાખવું.. અને સમય પર મોબાઈલ ચાર્જ કરવો. (૩) ગ્રુપ સ્ટે દરમ્યાન પણ કોઈ એ આપેલા ગ્લાસ કે થાળી માંથી કશું જ ખાવું પીવું નહી.. પોતાનો ગ્લાસ તથા થાળી પો...