Chankya Neeti Sutra

                   ચાણક્ય નીતિ સુવાક્યો


જ્યાં આદર સન્માન ના હોય, જ્યાં કમાણીનું
સાધન ના મળે ત્યાં રહેવું નહિ.

ભવિષ્યની આપત્તિથી બચવા માટે ધનની બચત કરવી જોઈએ.
કામ સોંપો ત્યારે નોકરની, દુઃખમાં ભાઈ તથા મિત્રની અને ધન નાશ પામે ત્યારે પત્નીની સાચી ઓળખ થાય છે.
જે નિશ્વિતને છોડી, અનિશ્ચિત ની પાછળ દોડે છે, તે નાશ પામે છે.
નીચ વ્યક્તિ પાસે પણ કોઈ સારો ગુણ વિદ્યા હોય તો શીખી લેવામાં નાનમ ન રાખવી.
મીઠી મીઠી વાતો કરે, પણ પાછળ કામ બગાડે તે મિત્રનો ત્યાગ કરવો.
મનમાં વિચારેલી વાતને જાહેર કરવાને બદલે તેને કાર્યાન્વિત કરવી.
જેમ બધા પર્વતો પર રત્નો નથી મળતાં, તેમ બધાં સ્થાને સજ્જનો નથી મળતાં.
ખરાબ ચારિત્ર્યવાળા તથા વિના કારણ હાનિ પહોંચાડનારા સાથે મિત્રતા કરશો તો નાશ પામશો.
મનુષ્યના વહેવારથી તેના કુળનો પરિચય મળી જાય છે.
દુષ્ટ વ્યક્તિ અને સાપ એ બન્નેમાં સાપ વધુ સારો છે, કારણકે તે એક જ વાર કરડે છે.
વિદ્યા વગરનો માણસ હંમેશા ઉપેક્ષિત રહે છે.
પુરુષાર્થ કરવાવાળો કદાપિ ગરીબ રહેતો નથી.
જેમ એક સુગંધિત વૃક્ષ આખા બગીચામાં ફોરમ ફેલાવે છે તેમ એક સુપુત્ર આખા કુટુંબની શોભા વધારે છે.
જેમ એક સુકા વૃક્ષને આગ લાગતાં આખું જંગલ બળી જાય છે, તેમ એક મુર્ખ પુત્ર આખા કુટુંબને નષ્ટ કરી નાખે છે.

આ સંસારમાં ત્રણ વાતથી શાંતિ મળે છે, – સારું સંતાન, પતિવ્રતા સ્ત્રી તથા સજ્જનનો સત્સંગ.
જેમાં દયા અને મમતા ન હોય તેવા ધર્મનો ત્યાગ કરવો.
સોનાની ચાર કસોટી છે – ઘસવાનું, કાપવાનું, તપાવવાનું તથા કૂટવાનું. એમ મનુષ્યની પણ ચાર કસોટી છે. – સજ્જનતા, ગુણ, આચાર, વ્યવહાર.
સાફ વાત કરવાવાળો ધોખેબાજ નથી હોતો.
શ્રેષ્ઠ પુરુષોની ઓળખાણ તેમના ગુણોથી થાય છે.

સત્યના લીધે જ પૂથ્વી સ્થિર છે.
જ્ઞાનથી ધર્મની રક્ષા કરી શકાય છે.

આ સંસારમાં લક્ષ્મી, જીવન, યૌવન સર્વ નાશવંત છે, ફક્ત ધર્મ સ્થિર છે.

જ્યાં પતિ-પત્ની વચ્ચે ઝધડો થતો નથી ત્યાં લક્ષ્મી આવીને વસે છે.

મનુષ્ય જેવું ધન કમાય છે, તેવું જ સંતાન જન્મે છે.
સંતોષથી મોટું કોઈ સુખ નથી, લાલચથી મોટો કોઈ રોગ નથી.
વિદ્રાનની હંમેશા પ્રસંશા થાય છે.

                                ચાણક્ય નીતિ સૂત્રો
 1 સુખ નું મૂળ ધર્મ છે.

 2 ધર્મ નું મૂળ અર્થ છે.

 3. અર્થ નું મૂળ રાજ્ય છે.

 4. રાજ્ય નું મૂળ ઇન્દ્રિય નિગ્રહ છે.

 5. ઇન્દ્રિય નિગ્રહ નું મૂળ વિવેક છે.

 6. વિવેક વૃધ્ધો અને જ્ઞાનીઓ ની સેવાથી આવે છે. 




Comments

Popular posts from this blog

How Numerology Can HelP Us?

કામ જ્યોતિષ

Astrology in a Sense of "Dharma"